Plastic Drums And Plastic Tub Sahay Yojana

ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) માટે સહાય યોજના :- ખેડૂતોને 200 લીટરનું એક પ્લાસ્ટીકનું બેરલ અને 10 લીટરના 2 પ્લાસ્ટિકના ટબ મળવાપાત્ર થશે.

આવાસ યોજનની માહિતી વિષે અહિયાં ક્લિક કરો

યોજનાનો મુખ્ય હેતુ

            આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોના ખેતરમાં રહેલ ઉભા પાકમાં દવાનો છંટકાવ કરવા માટે ખેડૂત પાણીનો સંગ્રહ કરી શકે તેમજ ખેતીને લગતા અન્ય કામો માં ઉપયોગ આવી શકે તે માટે રાજ્યના ખેડૂતો ને વિનામુલ્યે આ યોજના અંતર્ગર્ત 200 લીટરનું એક પ્લાસ્ટિકનું ડ્રમ (બેરલ) અને 10 લીટરના બે પ્લાસ્ટિકના ટબ આપવામાં આવે છે.

 


આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે?

  • આ યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળવાપાત્ર થશે.

આ યોજનાની શરતો અને નિયમો શું છે?

  • આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે.
  • એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
  • એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે.
  • દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે.
  • આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવીસહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે.
  • અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસીલક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે.
  • પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર(ટબ)ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.

 પાલક માતા-પિતા યોજનાની માહિતી માટે અહિયાં ક્લિક કરો


આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે?

  • ખેડૂતની જમીનના 7/12 અને 8-અ ની નલક
  • અરજદારના આધારકાર્ડ ની નકલ
  • અરજદારના રેશનકાર્ડ ની નકલ
  • અરજદારના બેંક ખાતાની પાસબૂકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક


આ યોજનામાં ઓનલાઈન અરજીફોર્મ કેવી રીતે ભરી શકાય તે વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો

ઓનલાઈન અરજીફોર્મ ભરવા માટે અહિયાં ક્લિક કરો


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Borewell Subsidy Yojana Gujarat

Palak Mata Pita Yojana