Ration Card Gujarat : New Ration Card In Gujarat
નવું રેશનકાર્ડ :- ગુજરાતમાં નવું રેશનકાર્ડ કેવી રીતે મેળવી શકાય?
રાજ્યની
અંદર વસવાટ કરતાં દેશના દરેક નાગરીકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે
રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો
આપી તેમના વિસ્તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે
અરજી કરવાની રહે છે. સીટીઝન ચાર્ટરની જોગવાઇ મુજબ તાલુકા મામલતદારશ્રી / ઝોનલ
અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરીયાત મુજબ સ્થળ તપાસ કરી કાર્ડની
કેટેગરી નક્કી કરી, કુટુંબના વડા / સભ્યોની
ફોટા અને બાયો મેટ્રીક વિગતો મેળવી, બારકોડેડ રેશનકાર્ડ ઇસ્યુ
કરવાનું હોય છે.
આ પણ જુઓ પાલક માતા-પિતા યોજના
નવું બારકોડેડ રેશનકાર્ડ
બારકોડેડ
રેશનકાર્ડ યોજના હેઠળ કાર્ડ ધારકે તેઓની બાયોમેટ્રીક વિગતોને આધારે ઇ-ગ્રામ /
સાયબર કાફેની મુલાકાત લઇ તેઓની કાર્ડની કેટેગરીને અનુરૂપ મળવાપાત્ર આવશ્યક ચીજ
વસ્તુના જથ્થાની બારકોડેડ કુપનો મેળવવાની હોય છે. એ-૪ સાઇઝની બારકોડેડ કુપનીશીટ
ઉપર કાર્ડ ધારકોને મળવાપાત્ર તમામ ચીજ વસ્તુઓ દીઠ વ્યક્તિગત કુપનો પ્રિન્ટ કરી
આપવામાં આવે છે. અને તે કુપનો ઉપર કાર્ડ ધારકનું નામ,
કાર્ડની જન સંખ્યા, જે દુકાનમાંથી જથ્થો
મેળવવાનો છે તે દુકાનદારનું નામ, જે તે માસ માટે મળવાપાત્ર
ચીજ વસ્તુની માત્રા, કીંમત વગેરે જેવી તમામ વિગતો પણ
દર્શાવવામાં આવે છે. રાજ્ય સરકારે આ કુપનશીટની કિંમત રૂ. પ/- નક્કી કરી છે.
કુપનશીટના વચ્ચેના ભાગમાં કાર્ડધારકની વિગત પણ છાપીને આપવામાં આવે છે. જ્યારે એ/૪
સાઇઝની પેપરશીટ ઉપરના બંને છેડા ઉપર આવેલી બારકોડેડ કુપનો આવશ્યકતા અનુસાર કાપીને
વાજબી ભાવના દુકાનદાર / કેરોસીન એજન્ટ / ફેરીયાને દર્શાવેલ રકમ ચુકવી કુપન પર
છાપેલ જથ્થો મેળવવાનો રહે છે. સાથો સાથ બારોકોડેડ રેશનકાર્ડમાં પણ જે તે વર્ષના
માસ દરમ્યાન મેળવેલ આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાની નોંધ પણ કરાવવાની રહે છે. હાલ
વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત બારકોડેડ રેશનકાર્ડ ધારક કોઇ પણ વાજબી ભાવની
દુકાન માંથી આવશ્યક ચીજ વસતુઓનો જથ્થો મેળવી શકે છે.
નવું બારકોડેડ રેશનકાર્ડ કેવી રીતે મેળવવું
જે લોકો પાસે હાલના રહેઠાણના સ્થળે કોઇપણ પ્રકારના રેશનકાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે, પરંતુ રેશનકાર્ડ ધરાવતા નથી અને હવે જો તેમને રેશનકાર્ડની જરૂર હોય તો તે નમુના-ર (બે) માં અરજી કરી શકે છે.
આ પણ જુઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0
નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે
- હયાત રેશનકાર્ડ (હોય તો) અથવા અન્ય જિલ્લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્યાનો દાખલો
- વિજળી બીલ
- ઇન્કમટેક્ષ પાનકાર્ડ
- ગ્રામ પંચાયત / નગરપાલિકા / મહાનગરપાલિકા / ના મિલકત વેરાની પહોચ
- ડ્રાયવીંગ લાયસન્સ
- ટેલીફોન અથવા મોબાઇલ બીલ
- ચુંટણી ઓળખપત્ર (જે સભ્યોએ ઓળખપત્રો મેળવેલા છે તે તમામ)
- રાંધણગેસની પાસબુક
- પી.એન.જી. ગેસ વપરાશનું છેલ્લું બીલ
- ખેડૂત ખાતાવહી અથવા ગામ નમુના નં-૮-અ
- નરેગાનું જોબકાર્ડ
- બેંકની પાસબુક
- કિસાન ક્રેડીટકાર્ડ
નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો
અરજીફોર્મ કેવી રીતે ભરી શકાય તે વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો
નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા અરજીફોર્મ કેવી રીતે ભરવું
- ફોર્મમાં માંગેલ
વિગતો જેવી કે નામ,
સરનામું, જાતિ, કુટુંબની
અન્ય વ્યકિતના નામ અને તેમની સાથેનો સંબંધ, અભ્યાસ,
ધંધો, આવક અને અન્ય માહિતી આપેલી સુચના
પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે. અને તેના સંબંધિત પુરાવાઓ
જોડવા પડશે.
- અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમને ભાડાચિઠ્ઠી / ભાડા પહોંચનો આધાર રજુ કરવાનો રહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તેમણે મિલકતનો નંબર અને વીજ કનેકશન નંબર અચુક લખવાનો રહેશે અને છેલ્લા બીલની ઝેરોક્ષ જોડવાની રહેશે.
- રાંધણ ગેસ કનેકશન અને પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોએ તેની વિગત આપવાની રહેશે.
- જે સભ્ય 18 વર્ષથી ઉપરનો હોય અને ચુટણીનું ઓળખકાર્ડ ધરાવતો હોય તો તેનો નંબર લખવાનો રહેશે. (આ વિગત આપવી ફરજીયાત છે.)
- જો આપ કોઇપણ
પ્રકારના રેશનકાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે
આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેવા વ્યક્તિની ઓળખ તથા તેમની
સહી,
ચુંટણીકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્સની ઝેરોક્ષ રજુ કરવાની
રહેશે. તે વગર આપને નવું કાર્ડ આપવામાં આવશે નહિ.
- કુટુંબના જે સભ્યોની
ઉંમર 15 વર્ષ કે તેથી વધુ હોય તેઓ બંને હાથની આંગળીઓના નિશાન (બાયોમેટ્રીક) આપી
શકશે તથા તેમનો ફોટો પડાવી શકશે.
- નવા રેશનકાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જ્યાં જમા કરાવો ત્યાંથી તેની પહોંચ મેળવી લેવી અને તે પહોચ સાચવવી આ પહોંચ રજુ કર્યેથી નવું રેશનકાર્ડ મેળવી શકશો.છે.
આ પણ જુઓ ડ્રમ અને ટબ માટે સહાય યોજના
આપને ફોર્મ ભરવાને
લગતી કોઈ મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર જણાવી શકશો.
rahethan nu pramanpatra nu અરજી ફોર્મ ni pdf moklo
જવાબ આપોકાઢી નાખો