Borewell Subsidy Yojana Gujarat
બોરવેલ / પંપ સેટ / વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર યોજના / બોરવેલ સબસીડી યોજના
રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આ તમામ યોજનાનો લાભ મેળવવા માટે એક i-khedut (https://ikhedut.gujarat.gov.in/) પોર્ટલ ઓપન કરવામાં આવેલ છે આ પોર્ટલ ઉપર ખેડૂતો માટે અલગ-અલગ વિભાગની જેમ કે ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યપાલન વિભાગ તથા ખેડૂતોને લગતી અન્ય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
બોરવેલ સબસીડી યોજના
ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી / બાગાયતી કરતા થાય તે માટે ગુજરાત સરકારના બાગાયતી વિભાગની વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં છે. તેમાંની એક યોજના એટલે કે, બોરવેલ / પંપ સેટ / વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર યોજના / બોરવેલ સબસીડી યોજના.
યોજનાનો હેતુ
ગુજરાતના ખેડૂતો બાગાયતી પાકોની ખેતી કરેલ હોય તો તેમાં પિયત માટે બોરવેલ કરવા માટે અથવા પંપ સેટની ખરીદી માટે અથવા વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચ બનાવવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો
યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે
- અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત ખાતેદાર હોવા જોઈએ.
- અરજદાર બાગાયતી પાકોની ખેતી કરતા હોવા જોઈએ.
- અરજદારે અગાઉ આ યોજનામાં લાભ લીધેલ ન હોવો જોઈએ.
- નાના ખેડૂતો, સિમાંત ખેડૂતો, મોટા ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચી જાતી, અનુસૂચી જન જાતી, સામાન્ય કે અન્ય ખેડૂતોને યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
યોજનામાં સહાયનું ધોરણ
આ યોજના અંતર્ગર્ત બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને બોરવેલ / પંપ સેટ / વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર માટે જે ખર્ચ થયેલ હોય તેમના 50 ટકા અથવા તો વધુમાં વધુ રૂ. 25,000 બે રકમ માંથી જે રકમ ઓછી હોય તે સહાય તરીકે મળવાપાત્ર થશે.
યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે
- આધારકાર્ડ ની નકલ
- રેશનકાર્ડ ની નકલ
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- વિકલાંગનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- વિધવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- ગામ નમુના નંબર ૭/૧૨ અને ૮-અ ના ઉતારા
- અરજદારના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
- વાવેતરનો દાખલો
- GST નંબર સાથે અસલ બીલ
- આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે i-khedut (https://ikhedut.gujarat.gov.in/) ના પોર્ટલ પર થી ઓનલાઈન અરજીફોર્મ ભરવાનું રહેશે.
- ઓનલાઈન અરજીફોર્મ અરજદાર પોતાના મોબાઈલ અથવા લેપટોપ કે કોમ્પ્યુટર પરથી જાતે ભરી શકશે અથવા ગ્રામ પંચાયત ખાતે VCE ઓપરેટર પાસેથી કે CSC સેન્ટર અથવા કોઈપણ સાયબર કાફે માંથી ભરી શકશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો