Palak Mata Pita Yojana
પાલક માતા-પિતા યોજના :- પાલક માતા-પિતા યોજના અંતર્ગત દર મહીને મળશે રૂ. 3,000 ની સહાય
પાલક માતા-પિતા યોજના
0 થી 18 વર્ષ સુધીના બાળકો કે જેમના માતા-પિતા હયાત નથી અથવા પિતા મુત્યુ પામેલ હોય અને માતાએ પુનઃ લગ્તેન કરેલ હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગા-સબંધી પાલક માતા-પિતાને આ યોજના અંતર્ગત દર મહીને રૂ. 3,000 ની સહાય આપવામાં આવે છે. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની છે.
પાલક માતા-પિતા યોજનાની શરતો અને નિયમો
- બાળકની ઉંમર 0 થી 18 વર્ષ સુધીની હોવી જોઈએ.
- પાલક માતા પિતા ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ઓછામાં ઓછી 27,000 અને શહેરી વિસ્તારમાં ઓછામાં ઓછી 36,000 હોવી જોઈએ.
- બાળક અને પાલક માતા-પિતા નું સયુંકત બેંક ખાતું હોવું જોઈએ.
- બાળકને સહાયની રકમ મહીને રૂ. 3,000 DBT ના માધ્યમથી સીધાજ સયુક્ત બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
પાલક માતા-પિતા યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક.
- બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
- જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
- પુન:લગ્ન કરેલાનો પુરાવો.
- આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
- બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ.
- બાળકના આધારકાર્ડની નકલ.
- પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ.
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ.
- પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક.
ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તે વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો
ઓફલાઈન અરજીફોર્મ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજીફોર્મ ભરવા માટે અહિયાં ક્લિક કરો અહિયાં ક્લિક કરો
Khub j saras mahiti aapo chho maheshbhai ane aava j bija information wala video banavta rehjo temaj bharti ne lagta video pan banavta rehjo👍👍👍👍👍
જવાબ આપોકાઢી નાખો