Machhimar Awas Yojana

માછીમાર આવાસ યોજના :- આવાસના બાંધકામ માટે મળશે રૂ. 50,000 ની સહાય



માછીમારી આવાસ યોજના

            માછીમારી આવાસ યોજના અંતર્ગર્ત જે વ્યક્તિ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેમને આવાસ / મકાનના બાંધકામ માટે રૂ. 50,000 ની સહાય આપવામાં આવે છે.


માછીમારી આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકશે?

  • અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતીનાં વ્યક્તિ.
  • માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ.

ઓનલાઈન અરજીફોર્મ કેવી રીતે ભરી શકાય અહિયાં ક્લિક કરો

ઓનલાઈન અરજીફોર્મ ભરવા માટે અહિયાં ક્લિક કરો



માછીમારી આવાસ યોજનાની શરતો અને નિયમો

  • અરજદાર ઘર વિહોણા હોવા જોઈએ અથવા કાચું મકાન હોવું જોઈએ.
  • અરજદાર માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવા જોઈએ.
  • મકાનના બાંધકામ માટે અરજદાર પાસે પોતાના નામનો અથવા વારસાગત અથવા સયુક્ત પ્લોટ હોવો જોઈએ.
  • મકાન બાંધકામના પ્લીંથ એરિયાનું ક્ષેત્રફળ ઓછામાં ઓછુ 35 ચો.મી. હોવું જોઈએ.
  • મકાનના નકશા અંદાજ તૈયાર કર્યા મુજબ મકાનનું બાંધકામ કરવાનું રહેશે.
  • મકાનનું બાંધકામ વ્યક્તિ અથવા લાભાર્થી મંડળીએ કરવાનું રહેશે.
  • મંજુરી મળ્યાથી મકાનનું બાંધકામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
  • સહાયની રકમ બાંધકામના તબક્કાવાર / હપ્તામાં ચુકવવામાં આવશે.
  • આ યોજનાનો લાભ આજીવન એક વખત જ મળવાપાત્ર થશે.

માછીમારી આવાસ યોજના માટે ક્યાં ડોક્યુમેન્ટ જોશે?
  • અરજદારનું રેશનકાર્ડ.
  • અરજદારનું આધારકાર્ડ.
  • માછીમારીનું લાઇસન્સ.
  • અરજદારના બેંક ખાતાની પાસબુક અથવા કેન્સલ ચેક.
  • જે પ્લોટ ઉપર મકાનનું બાંધકામ કરવાનું હોય તે પ્લોટના દસ્તાવેજ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Borewell Subsidy Yojana Gujarat

Palak Mata Pita Yojana