Electric Sadhan Sahay Yojana

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના : ઈલેક્ટ્રીક સગડી, ઇન્વર્ટર, ઈલેક્ટ્રીક વોટર પમ્પ, CLF ટ્યુબ ની ખરીદી પર મળશે સહાય



યોજનાનો મુખ્ય હેતુ

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના ગુજરાત સરકારના મત્સ્ય પાલન વિભાગની યોજના છે. માછીમારીના વ્યસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને માછીમારીના વ્યવસાય માટે ઉપયોગી થાય તે હેતુ થી આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે.


યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર થશે

    1. બે બેટરી ધરાવતી બોટો માટે ના સાધનો 

  • ઇન્વર્ટર માટે રુ.8500 અથવા ખરીદ કિંમત બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.
  • ઇલેકટ્રીક સગડી માટે રુ.3000 અથવા ખરીદ કિંમત બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.
  • ઇલેકટ્રીક વોટર પંપ માટે રુ.3000 અથવા ખરીદ કિંમત બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.
  • સી.એલ.એફ ટ્યુબ રુ.500 ની ખરીદ કિંમત અથવા રુ.15000 બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.

    2. એફઆરપી બોટ માટેના સાધનો 

  • સોલાર ઇલેકટ્રીક લેન્ટર્ન માટે રુ.3500 અથવા ખરીદ કિંમત બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.


યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજનાનો લાભ ગુજરાત રાજ્યના માછીમારીનો વ્યવસાય કરતા તમામ વ્યક્તિઓને મળવાપાત્ર થશે.


જનની સુરક્ષા યોજનાની માહિતી માટે અહિયાં ક્લિક કરો


યોજનાના નિયમો અને શરતો

  • અરજદારે અરજી સબંધિત જિલ્લા કચેરીને કરી મંજુરી મળ્યા બાદ ખરીદી કરવાની રહેશે.
  • લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઇએ.
  • અરજદાર માછીમાર બોટ ધારક, બોટ રર્જીસ્ટ્રેશન નંબર અને માછીમારીનું લાયસન્સ હોવુ જોઇએ.
  • માછીમારે ઓળખ માટે બાયોમેટ્રીક કાર્ડ રજુ કરવાનુ રહેશે.
  • સ્પેશીફીકેશની મુજબના સાધનો ઓર્થોરાઇઝડ ડીલર પાસેથી ઉત્તમકક્ષાના ઇલેક્ટ્રીક સાધનોની ખુલ્લા બજારમાંથી માછીમારોએ જાતે ખરીદવાની રહેશે.

ઓનલાઈન અરજીફોર્મ જાતે કેવી રીતે ભરી શકાઈ તેની માહિતી માટે અહિયાં ક્લિક કરો


યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજીફોર્મ ભરવાનું રહેશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Borewell Subsidy Yojana Gujarat

Palak Mata Pita Yojana