Janani Suraxa Yojana

 જનની સુરક્ષા યોજના :- ગુજરાતની મહિલાઓને મળશે મહીને રૂ. 700 ની સહાય




યોજનાનો મુખ્ય હેતુ

અનુસૂચી જાતિ, અનુસૂચી જન જાતિ તથા ગરીબી રેખા હેઠળની બી.પી.એલ. કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસૂતા બહેનો પ્રસુતિ સમયે દવા અને સારવારના ખર્ચ માટે તેમજ પોષણ યુક્ત ખોરાક મળી રહે તે માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે.

 


યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે?

આ યોજનામાં ગરીબી રેખા હેઠળની બી.પી.એલ. કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસૂતા બહેનો, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કુટુંબોની તમામ પ્રસૂતા બહેનોને લાભ મળવાપાત્ર થશે.

 



યોજનાના નિયમો અને શરતો? 

  • અરજી કરતી વખતે મહિલાની ઉંમર 18 કે તેથી વધુ હોવી જોઈએ.
  • અરજદાર અનુસૂચી જાતિ, અનુસૂચી જન જાતિ તથા ગરીબી રેખા હેઠળ બી.પી.એલ. કુટુંબના હોવા જોઈએ.
  • યોજનાનો લાભ 2 બાળકો સુધી જ મળવાપાત્ર થશે.
  • યોજના અંતર્ગત મળતી સહાયની રકમ દવાખાના માંથી મેળવી લેવાની રહેશે.





યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર થશે?

  • આ યોજના અંતર્ગત પ્રસૂતા બહેનોને પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે તેમજ પોષણયુકત ખોરાક મળી રહે તે માટે સર્ગભાવસ્થાના છેલ્લા ત્રણ મહિના ના સમયગાળા માટે રૂ. 500 ની સહાય આપવામાં આવે છે.
  • અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેમણે દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.200 ની સહાય મળવાપાત્ર થાય છે.
  • અરજદાર શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેમણે દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.100 ની સહાય મળવાપાત્ર થાય છે.
  • જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારના તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે

  • અરજદારનું આધારકાર્ડ
  • બી.પી.એલ. રેશન કાર્ડ
  • આવક અંગેનો દાખલો
  • રહેઠાણ અંગેનો પુરાવો
  • જનની સુરક્ષા કાર્ડ
  • સરકારી હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ વિતરણ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો


જનની સુરક્ષા યોજના માટેનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો


યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?

આ યોજના અંતર્ગત સહાય માટે અરજદારે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરાવાનું રહેશે અને સ્ત્રી આરોગ્ય કાર્યકર (આપના વિસ્તાર) દ્વારા સહાય આપવામાં આવશે.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Borewell Subsidy Yojana Gujarat

Palak Mata Pita Yojana