Pradhan Mantri Ujjwala Yojana 2.0
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 :- 1 કરોડ મહિલાઓ ને મળશે મફત ગેસ કનેક્શન
इस लेख को हिंदी में देखने के लिए यहां क्लिक करें
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 મે, 2016 થી કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ રાજ્યના બાલીયા જીલ્લા થી આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગર્ત 5 કરોડ બી.પી.એલ. પરિવારોને મફતમાં એલ.પી.જી. ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નો મુખ્ય હેતુ
આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સ્વચ્છ રાખવાનો અને મહિલાઓ સ્વચ્છ રસોઈ બનાવી શકે તે માટે જરૂરી બળતળ (એલ.પી.જી.) પુરા પાડવાનો છે જેથી કરીને ધુવાળા વાળી રસોઈ ન થાય અને મહિલાઓ ને રસોઈ બનાવવા માટે અસુરક્ષિત ક્ષેત્રોમાં લાકડા ભેગા કરવા માટે જવું ન પડે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ની શરૂઆત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10 ઓગસ્ટ, 2021 ના રોજ ઉત્તરપ્રદેશ રાજ્યના મહોબા જીલ્લા માંથી કરવામાં આવી હતી. આ યોજના વડાપ્રધાને વિડીયો કોન્ફ્રસિંગ દ્વરા લોન્ચ કરી હતી. આ સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ ઉપ-મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને દિનેશ શર્મા પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 અંતર્ગર્ત વર્ષ 2021-22 માં 1 કરોડ મહિલાઓને મફત એલ.પી.જી. ગેસ કનેક્શન આપવામાં આવશે સાથે ગેસ થી ભરેલ સીલીન્ડર પણ આપવામાં આવશે.
યોજનામાં ઓનલાઈન અરજીફોર્મ કેવી રીતે ભરી શકાય તે વિડીયો માટે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો
Pradhan Mantri Ujjwala Yojana 2.0 :- Click here
Indian Gas :- Click here
Bharat Gas :- Click here
HP Gas :-
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 નો લાભ ક્યાં વ્યક્તિને મળવાપાત્ર થશે
- નીચે આપેલ તમામ વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકશે
- અનુચુચિત જાતી અને અનુસુચિત જન જાતી
- પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
- સૌથી પછાત વર્ગ
- અંત્યોદય અન્ના યોજના (AAY)
- ચા અને પૂર્વ ચા વાવેતર આદિવાસીઓ
- વનવાસી
- ટાપુઓ અને નદી ટાપુઓમાં રહેતા લોકો
- SECC પરિવાર (AHL TIN)
- 14 મુદ્દાની ઘોષણા મુજબ ગરીબ પરિવારો
- અરજદારની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
- એક જ ઘરમાં અન્ય કોઈ LPG કનેક્શન ન હોવું જોઈએ
- જો અરજદાર આધારકાર્ડમાં દર્શાવેલ સરનામાં મુજબ રહેતા હોય તો ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે અરજદારનું આધાર કાર્ડ (આસામ અને મેઘાલય માટે ફરજિયાત નથી).
- રાજ્ય દ્વારા આપવામાં આવેલ રેશનકાર્ડ
- અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- 18 વર્ષથી ઉપરના અરજદારના પરિવારના તમામ સભ્યો માટે આધાર કાર્ડ.
- બેંક એકાઉન્ટ નંબર અને બેંક શાખાનો IFSC કોડ નંબર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો